પાલનપુર ખાતે પડતર માંગણીઓને લઈ આંગણવાડી બહેનોનું વિરોધ પ્રદર્શન

બનાસકાંઠા
બનાસકાંઠા

આંગણવાડી બહેનોએ પણ હવે પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. આજે પાલનપુર ખાતે બનાસકાંઠા ની આંગણવાડી બહેનોએ એકદિવસીય હડતાળ પાડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગુજરાત પ્રદેશ આંગણવાડી કર્મચારી સભાએ આંગણવાડી બહેનો ના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. આંગણવાડી બહેનોને કર્મચારી ગણી લઘુત્તમ વેતન આપવું, નિવૃત્તિ વય મર્યાદા વધારી પેંશન આપવું, ખાનગીકરણ બંધ કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને આંગણવાડી બહેનોએ મોરચો માંડ્યો છે. બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી બહેનો અને તેડાગર બહેનોએ પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શિત કરતા કલેકટરને આવેદનપત્ર આપ્યું હોવાનું આંગણવાડી કર્મચારી સભા ગુજરાત ના પ્રમુખ ચંપાબેન પરમારે જણાવ્યું હતું. આંગણવાડી બહેનોએ શોષણ સામે અવાજ ઉઠાવતા સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો. આંગણવાડી બહેનોએ પોતાની માંગણી ઓ નહિ સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.