ડીસાના આસેડા ગામે પ્રજાપતિ હાઉસિંગ સોસાયટી સહિત આંગણવાડી ભારે વરસાદથી બની પ્રભાવિત
ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસ્યો છે જેમાં જિલ્લાના કેટલાય નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે જેમાં રોડોનું ધોવાણ, રહેણાંક મકાનમાં પાણી ભરાવા જેવી સમસ્યાથી લોકોની મુશ્કેલીમાં પણ હવે વધારો થયો છે.
ત્યારે ડીસામાં આજે સૌ થી વધારે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેની સાથે ડીસાના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે ત્યારે ડીસાના આસેડા ગામે પ્રજાપતિ હાઉસિંગ સોસાયટીમાં પણ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.
જ્યાં આંગણવાડીમાં પણ વરસાદના કારણે પાણી ભરાઈ જતા આગણવાડી ત્રણ મહિનાથી ભાડે ચલાવવામાં આવે છે જ્યારે આવતાં ભૂલકાઓને પણ પાણીમાં ચાલીને આગણવાડીમાં આવવાની ફરજ પડતી હોય છે ત્યારે આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણીનો ભરાવો મોટા પ્રમાણમાં થાય છે ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે કાયમી પણે હવે આ વરસાદી પાણીનો ઉકેલ કરવામાં આવે જેથી લોકોને થતી મુશ્કેલીનો કાયમી ઉકેલ આવી શકે.