
અંબાજીના ગુલજારીપૂરામાં આવેલી આંગણવાડી કેન્દ્ર-9માં રાત્રે ચોર ત્રાટક્યાં
ચોરો અનેકો મોંઘી સામાન સાથે સાથે કાર-બાઈક જેવી ચોરીઓને અંજામ આપતા હોય છે, પણ હાલમાં અંબાજીમાં એક આંગણવાડીમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં બાળકોને અપાતા ભોજનના સામાનની સાથે સાથે ચોરો અનેકો વસ્તુ લઈ રફુચક્કર થયા હતા. મોટા ભાગે ચોરીની ઘટનાઓમાં મકાનોમાં દુકાનોમાં અને બાઈક મોટરકાર જેવી અનેકો ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. પણ જ્યારે બાળકો અને માતાઓ માટે સરકાર દ્વારા કાર્યરત આંગણવાડીમાં ચોરીની ઘટના સામે આવી છે. ત્યારે લોકોમાં રોષની લાગણી પણ જોવા મળતી હોય છે.
ગઈ રાત્રીના સમયે યાત્રાધામ અંબાજીમાં આવેલી ગુલઝારીપુરામાં આંગણવાડી કેન્દ્ર-9માં ચોરીની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ચોરો આંગણવાડીના તાળા તોડી આંગણવાડીમાં પડેલું સામાન સહિત ગેસ અને ગેસની સગડી સહિત તેલનો ડબ્બો અને અનેકો ખાવા-પીવાની સામગ્રી ચોરો ચોરી કરી રાત્રિના અંધારામાં રફુચક્કર થયા હતા. સવારે જ્યારે આંગણવાડીમાં કામ કરતી બહેનોને જાણ થતાં સમગ્ર ઘટના સામે આવી છે અને લોકો આંગણવાડીમાં બનેલી ચોરીની ઘટનાને જોવા પહોંચ્યા હતા.