પાલનપુરની જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ
બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિએશન દ્વારા સ્વ. કમલેશભાઈ જોષીની યાદમાં જ્ઞાન મંદિર સ્કૂલ, પાલનપુરના પટાંગણમાં ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ જિલ્લામાંથી કુલ 70 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સિનિયર વિભાગમાં પ્રથમ ક્રમે ગીત ડાભી, બીજા ક્રમે સંગીત ડાભી અને ત્રીજા ક્રમે પ્રો.દલપતભાઈ પટેલ રહ્યા હતા.જુનિયર વિભાગમાં પ્રથમ ક્રમે દર્શિલ સુતરિયા બીજા ક્રમે કવન પટેલ અને ત્રીજા ક્રમે વૈશ્વિ પટેલ રહ્યા હતા. તમામ વિજેતા ખેલાડીઓને એસોસિએશન તરફથી શિલ્ડ તથા સર્ટિફિકેટ અને સ્વ. કમલેશભાઈ જોષીના ધર્મપત્ની પારુલબેન જોષીના પરિવાર તેમજ સૌથી નાની વયના જુનિયર બાળ સ્પર્ધકોને જ્ઞાન મંદિર સંસ્થાના સંચાલક કનકભાઈ પંડ્યા તરફથી રોકડ ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતા. આરબીટર તરીકે વીનેશભાઈ પરમાર, હરેશભાઇ ડાભી, મનોજભાઈ ત્રિવેદી, રાજુભાઇ ત્રિવેદી, યોગેન્દ્રસિંહ બારડ અને જયેશભાઇ પરમારે ખૂબ સુંદર કામગીરી બજાવી હતી.
કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ સ્પર્ધક તરીકે ભાગ લઈ સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.દરેક વિજેતા ખેલાડીઓને અને તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ડો.સુરેન્દ્ર ગુપ્તા, ડો. અનિલભાઈ ત્રિવેદી, વકીલ એસ.એસ.ઠાકર, વકીલ મનીષભાઈ ઠાકર, કનકભાઈ પંડ્યા અને પારુલબેન જોષીના પરિવાર દ્વારા ઇનામ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેસ એસોસિએશનના પ્રમુખ વીનેશભાઈ પરમાર અને સંસ્થાના હોદ્દેદારઓએ કર્યું હતું.