અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામમાં વૃદ્ધ પર રીંછ નો હુંમલો થતા વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ
અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામમાં આજે એક વૃદ્ધ પર હુમલો થયા ની ઘટના સામે આવી છે. આ રીતે વૃદ્ધ ઉપર હુમલો થતા ગામલોકો માં ભય નો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. વૃદ્ધ ઉપર રીંછે હુમલો કરી ને વૃદ્ધ ને લોહી લુહાણ કરી નાખ્યો હતો. આજે વહેલી સવાર ના સમયે એક બાલુન્દ્રા ગામ ના વૃદ્ધ ગામ માં આવેલ પોતાના ખેતરમાં કામ કરતા સમયે અચાનક એક રીંછે હુમલો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રીંછ ના હુમલા માં ભોગ બનેલા વૃદ્ધ નું નામ ભગવાન ભાઈ રબારી અને ઉમર 70 હોવાનું અનુમાન છે. ભગવાનભાઈ ઉપર થયેલા હુમલા બાદ ઘવાયેલા ભગવનભાઈ ને તાત્કાલિક 108 ની મદદ થી પાલનપુર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ રીતે અચાનક ભગવાનભાઈ ઉપર રીંછ નો હુમલો થતા સ્થાનિકો માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બાલુદ્રા ગામ પાસે આવેલ જેસોર અભિયારણ માં ઘણી વાર જંગલી જાનવરો ખોરાક તેમજ પાણીની શોધમાં વસ્તી વાળા વિસ્તારોમાં આવી જતા હોય છૅ જેના લીધે લોકોમાં પણ ભીય વ્યાપી જવા પામ્યો છૅ.