
ભાદરવી પૂનમની તૈયારીઓને આખરી ઓપ : રેહવા જમવા આરોગ્યથી લઈને સુરક્ષા માટેની ખાસ વ્યવસ્થા
સુપ્રસિદ્ધ અંબાજી ખાતે આવનાર તારીખ 23 થી લઈને 29 સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજનાર છે. અંદાજિત આ મહામેળા દરમિયાન 30 થી 35 લાખ યાત્રાળુઓ માઁ જગતજનની અંબાના દર્શન કરશે. જેને લઇને અંબાજી મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તૈયારીઓની આખરી ઓપ અપાય છે. યાત્રિકોની સુવિધાઓમાં વધારો કરતાં અનેકો સુવિધાઓ ઉભી કરાઈ છે. જેમાં રહેવાથી લઈને જમવા અને આરોગ્ય સુરક્ષા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
યાત્રાધામ અંબાજી ખાતે મેળાની તૌયારીઓને આખરી ઓપ આપવા આવી રહ્યો છે. દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહતમ કાર્ય પરિપૂર્ણ કરી દેવામાં આવ્યું છે. યાત્રિકો માટે રહેવા જમવા માટેના મોટા ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. અંબાજીને જોડતા તમામ ધોરી માર્ગો પર પાર્કિંગ, મોબાઈલ ચાર્જિંગ, ટોયલેટ જેવી સુવિધાઓ ઉભી કરાઈ છે. મેળામાં ચાર ચાંદ લગાવવા મંદિર સહિત સમગ્ર અંબાજીને અદભુત રોશનીથી શણગારવામાં આવ્યું છે.આ વખતે અંબાજી ભાદરવી પૂનમ મહામેલામાં નવીનમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા QR કોડ પણ લોન્ચ કરવામાં આવ્યો છે. આ QR કોડ થકી યાત્રિકોને જમવા રહેવા સહિતની જગ્યાઓનુ ચોક્કસ લોકેશન મળી રહેશે. તો સાથે સાથે ગબ્બર પર્વત પરના પગથિયાં પર પણ સફેદ કલર કરવાયો છે. આ કલરને લીધે યાત્રિકો વગર ચપ્પલ પણ આ પગથિયાં પર ચાલી શકશે અને યાત્રીકો કોઈપણ અગવડતા વગર ગબ્બર ગોખના દર્શન સુગમતાથી કરી શકશે.