
પાંથાવાડા વિસ્તારમાં રેતી ખનન કરતા બે ટ્રેક્ટર તેમજ લોડરને ઝડપી પાડ્યા
બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા વહેલી સવારે પાંથાવાડામાં આવેલી નદીના પટમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 2 ટ્રેક્ટર તેમજ એક લોડર બિન અધિકૃત વહન કરતા પકડી પાડી કુલ રૂ. 30 લાખનો મુદામાલ સીઝ કર્યો હતો. જેથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પાંથાવાડામાં આવેલી ઝાત નદી પટ્ટ પાસે વારંવાર સાદી રેતી ખનનની ફરિયાદ બાબતે તા-13-9-2023 ના રોજ સાદી રેતી ખનિજ બિન અધિકૃત વહન કરતા હોવાનું માલુમ પડતાં 2 ટ્રેકટર તેમજ લોડર જપ્ત કરી કુલ રૂ 30 લાખનો મુદ્દામાલ સીઝ કરેલ છે જેની આગળની દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. ભુસ્તર વિભાગ દ્વારા રેતી ખનન ચોરી અટકાવવા રાત દિવસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.