
પાલનપુર રેલવે સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન હેઠળ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
બનાસકાંઠા જિલ્લામાં આજથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ની સઘન શરૂઆત થઈ છે. જે અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૫ ઓક્ટોબર ને રવિવારના રોજ જાહેર સ્થળોની સ્વચ્છતાના ભાગરૂપે પાલનપુર રેલવે સ્ટેશન ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી.
પાલનપુર રેલવે સ્ટેશન ખાતે એન્ટ્રી ગેટ, પાર્કિંગ અને અન્ય સ્થળોએ સફાઈ કરવામાં આવી હતી. ઘન કચરો અને પ્રવાહી કચરાને અલગ કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ મુસાફરોને પણ રેલવે સ્ટેશનની સ્વચ્છતા જાળવવા અને સ્ટેશન વિસ્તારમાં ગંદકી ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલ સ્વચ્છતા અભિયાનમાં સ્ટેશન મેનેજર એસ. આર મીના, મુખ્ય સ્વાસ્થ્ય નિરીક્ષક કે.સી. મીના અને સ્વાસ્થ્ય નિરીક્ષક નિરજ કુમાર ઝારવાલ સહિતના અધિકારીઓ કર્મચારીઓએ પણ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.