પાલનપુર નગરપાલિકામાં વિવિધ વિભાગો સાથે સત્તાધીશોની મહત્વની બેઠક યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર નગરપાલિકા ના વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે પાલિકા પ્રમુખે ચીફ ઓફિસરની હાજરીમાં સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. પાલનપુર નગરપાલિકામાં આવેલ વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે આજે રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. જેમાં કર્મચારીઓ દ્વારા કરાયેલ કામગીરીની સમીક્ષા કરી વધુ એચિવમેન્ટ મેળવવા પર ભાર મૂકાયો હોવાનું ઇન્ચાર્જ ચીફ ઓફિસર રુડાભાઈ રબારીએ જણાવ્યું હતું. જ્યારે વેરા વસુલાત માં પણ ૫૦ ટકા જ વસુલાત થઈ હોઇ વધુ વેરો વસુલ કરવા માટે વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવા પર વિચારણા હાથ ધરાઈ હતી. જેમાં વેરા વસુલાત અન્વયે રીઢા બાકીદારોને નોટિસ ફટકારી જરૂર પડે નળ જોડાણ કાપવા સહિતના આકરા પગલાં ભરવા પર ભાર મુકાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.