
ઈકબાલગઢમાં સાર્વજનિક ચામુંડા ગરબા મંડળ ખાતે માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી
બનાસકાંઠા જિલ્લામાં આજે પહેલા નોરતે જિલ્લાના દરેક ગામડાઓમાં ઠેર-ઠેર જગ્યાએ નવલા નોરતાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં આજે પહેલા નોરતે મંદિરોમાં મૂર્તિની સ્થાપનાઓ કરવામાં આવેલી છે અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ સાર્વજનિક ચામુંડા ગરબા મંડળ દ્વારા માતાજીના મંદિર ખાતે બપોરના સમયે પૂજા વિધિ કરી અને મૂર્તિની સ્થાપના કરી હતી.
સમગ્ર ગુજરાતીઓનું મનપસંદ તહેવાર એટલે નવલા નોરતા, આજે પ્રથમ નોરતાની શરૂઆત થઈ ચૂકી છે સમગ્ર ગુજરાતના દરેક ગામડામાં ઠેર જગ્યાએ સોસાયટીઓમાં ગલી મોહલ્લાઓમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું છે મોટી સંખ્યામાં લોકો નવલા નોરતા રમતા હોય છે જેમાં આજે નવરાત્રીના પ્રથમ દિવસે મંદિરમાં મૂર્તિઓની સ્થાપનાઓ કરવામાં આવેલી છે. બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ ખાતે આવેલા સાર્વજનિક ચામુંડા ગરબા મંડળમાં વિધિવત રીતે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જે બાદ માતાજીની આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગરબા મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સહિત દરેક સભ્યો ગરબા મંડળમાં હાજર રહી આરતીમાં ભાગ લીધો હતો.