
અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં સર્જનાત્મક ધારા અંતર્ગત નેચર ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ
અમીરગઢની સરકારી વિનયન કૉલેજમાં સર્જનાત્મક ધારા અંતર્ગત નેચર ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કૉલેજના વિદ્યાર્થીઓએ પ્રકૃતિના વિવિધ રંગો અને દૃષ્યો સૂર્યોદય, સૂર્યાસ્ત, પર્વત, નદી, ધોધ, પશુ, પક્ષી, ફૂળ, પતંગિયું, જલ વગેરેના ફોટોગ્રાફ પાડી અને રજૂ કરી પોતાની સર્જનશક્તિ અને ક્રિએટિવિટીનો પરિચય કરાવ્યો હતો.
આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન રાઠોડ રોહિત સેમ 5, દ્વિતીય સ્થાન ડામોર મુકેશ સેમ 5 તેમજ તૃતીય સ્થાન ડાભી અશ્વિન સેમ 3 એ મેળવ્યો હતો. કાર્યક્રમમાં નિર્ણાયકની જવાબદારી ડૉ. નરેશ જોશી, પ્રા. ફરહીના શેખ અને ડૉ મંજુલાબેન પરમારે સંભાળી હતી તેમજ ટેકનિકલ સપોર્ટ સુરેશભાઈ બેલમે આપ્યો હતો. આ સમસ્ત કાર્યક્રમનું આયોજન આચાર્ય એન. કે. સોનારાના માર્ગદર્શનથી સર્જનાત્મક ધારા કન્વીનર પ્રા. મુકેશ ચારણે કર્યું હતું.