ડીસામાં એસઓજી પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રિય ડ્રગ નિષેધ દીવસ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી ખાસ કરીને યુવાનોમાં ડ્રગ્સ સહિત કેફી દ્રવ્યોનું સેવન કરવાની આદત ખુબ વધી રહી છે ત્યારે યુવાનો આ નશાની લતમાંથી બહાર આવે તે માટે પોલીસ દ્વારા અવાર નવાર લોક જાગૃતિના કાર્યક્રમો યોજી યુવાનોને જાગૃત કરવામાં આવે છે ત્યારે 26 જૂનના આંતરરાષ્ટ્રિય ડ્રગ નિષેધ દીવસ નિમિતે બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

ડીસા શહેરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે બનાસકાંઠા એસઓજીના પીએસઆઈ એસ. એમ. પાંચિયા અને સ્ટાફ તેમજ દક્ષિણ પોલીસના સ્ટાફની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રિય ડ્રગ નિષેધ દીવસ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના બાળકોને આવા કેફી પદાર્થનું સેવન ના કરવું અને તેનાથી દુર રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.