પાલનપુર ખાતે સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા લવ જેહાદ સામે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ અને સ્વરક્ષા વિશે આપ્યું ઉપયોગી માર્ગદર્શન: પાલનપુરમાં બ્રહ્મ સમાજની વાડી ખાતે સમસ્ત હિંદુ સંગઠનો દ્વારા હિન્દુ બહેન દીકરીઓમાં જાગૃતિ લાવવા માટે લવ જેહાદ અને હિન્દુ બહેન દીકરીઓ માટે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
જેની સૌપ્રથમ શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી જેમાં મુખ્ય વક્તા કાજલબેન હિન્દુસ્તાની અને માલાબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમમાં આવેલ સૌ હિંદુ સંગઠનો દ્વારા કાજલબેન હિન્દુસ્તાની અને માલાબેન રાવલનું ખેસ ફુલહાર અને ભગવાન સાફાથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ દાતાઓનું ગુલદસ્તા અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કાજલબેન ને સાંભળવા માટે અંદાજિત 500 જેવી બહેનો દૂર દૂરથી પાલનપુર પધારી અને આ કાર્યક્રમનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં વિશેષ લવ જેહાદ અને દીકરીએ સ્વરક્ષા કેવી રીતે કરવી તે વાત ઉપર ખૂબ જ સરસ ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમ જય જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. ત્યારબાદ આ કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ હિન્દુ સંગઠનો, લોક જાગૃતિ અભિયાનની બહેનો અને જાગૃત યુવા ભાઈઓનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો હતો. અને આવા દરેક હિન્દુ જાગૃતિ અભિયાનના કાર્યક્રમમાં આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણી માતા, બહેનો,દીકરીઓ અને યુવાનો જોડાય એવી અપીલ કરી હતી.