ડીસામાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ગંગાપુરા થળી મઠ મુકામે પરમ પૂજ્ય ૧૦૦૮ સંત શ્રી જગદીશપુરીજી બાપુ તા.૧૯/૧૧/૨૦૨૪ ના રોજ બ્રહ્મલીન થતાં તા. ૨૨/૧૧/૨૦૨૪ ના રોજ રોજ થળી મુકામે સમગ્ર સેવકો ભકતગણ, સાધુ, સંતો-મહંતો અને હજારો ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવા ગાદીપતિ તરીકે મહંત કાતિકપુરીજી બાપુને ચાદર વિધી કરાઇ હતી. કોઇ પણ સંત, મહંત દેવલોક પામે તો તેમના સેવક ગણ, સંતો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં પાલખી યાત્રા કાઢવામાં આવે છે.
પરંતુ અહીં માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોમાં કોઇ સંતોની રાહ જોયા વગર, પાલખી યાત્રા કાઢ્યા વગર જ સમાધી આપી દીધી છે. દેવ દરબારની જગ્યાના મહંત બળદેવનાથ ગુરૂશ્રી વસંતનાથે બેફામ વાણી વિલાસ કરી આ બાવા સમાજ શું કરી લેશે અને સમગ્ર સમાજને ધમકી આપી છે. જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વિડીયો જોઇ ખૂબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવે છે. જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણીના વિરૂદ્ધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવે છે.
આ બાબતે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજની માનહાની થઇ છે. દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા ડીસા નાયબ કલેકટર નેહા પંચાલને વિનંતી કરી કે, બળદેવનાથ ગુરૂશ્રી વસંતનાથ દેવ દરબાર મઠ, તા. કાંકરેજ વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર ગોસ્વામી સમાજ દ્વારા માંગ કરી હતી.
Tags application Goswami Samaj submitted