શિહોરી ખાતે ગંદકી દૂર કરવા બાબતે આવેદનપત્ર અપાયું

બનાસકાંઠા
બનાસકાંઠા 90

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ કોમ્પલેક્ષ અને પાટણ નાળા પાસે સિડ ફાર્મ સર્કિટ હાઉસ અને આનંદવાડી વિસ્તારમાં ગટરો કચરાથી ખીચોખીચ ભરાઈ ગઈ છે. ત્યારે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી અને શિહોરી ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરીને સફાઈ કરવામાં આવે તેવી માંગ સાથે શિહોરી વેપારી એસોસિએશન પ્રમુખ જીતુભાઈ જાેશી અને પૂર્વ સરપંચ શાંતુભા ડાભી, વજેરામ જાેશી તેમજ બનાસ મેડિકલ અને ભરતસિંહ ડાભી સહિતના વેપારી એસોસિએશન અને ગ્રામલોકો દ્વારા કાંકરેજ મામલતદાર એમ ટી રાજપૂતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ પ્રકારની પરિસ્થિતી વચ્ચે જાે વરસાદ આવે તો સોસાયટીમાં પાણી ઘરોમાં ઘૂસીને મોટું નુકશાન કરી શકે છે તેમજ દુકાનો પાસે પણ આવી જ સમસ્યાઓ સર્જાઈ શકે છે.આ સિવાય રિક્ષા સ્ટેન્ડ પર પણ કાદવકીચડનું સામ્રાજ્ય ફેલાયું છે.બોક્ષ ઃ થરા નગર પાલિકાના છ વોર્ડમાં ૧૪૧૫૧ મતદારો થરા નગર પાલિકાના છ વોર્ડમાં ૭૩૨૨ પુરુષ અને ૬૮૨૯ સ્ત્રી મળી કુલ ૧૪૧૫૧ મતદારો નોધાયેલ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વોર્ડ નંબર એકમાં ૧૪૮૮ પુરુષ અને ૧૩૭૯ સ્ત્રી મળી કુલ ૨૮૬૭ મતદારો, વોર્ડ નંબર બીજામાં ૧૨૧૭ પુરુષ અને ૧૦૯૬ સ્ત્રી મળી કુલ ૨૩૧૩ મતદારો,વોર્ડ નંબર ત્રણમાં ૧૦૭૦ પુરુષ અને ૯૬૦ સ્ત્રી મળી કુલ ૨૦૩૦ મતદારો, વોર્ડ નંબર ચારમાં ૧૦૫૦ પુરુષ અને ૧૦૮૨ સ્ત્રી મળી કુલ ૨૧૩૨ મતદારો, વોર્ડ નંબર પાચમાં ૧૧૩૦ પુરુષ અને ૧૧૧૩ સ્ત્રી મળી કુલ ૨૨૪૩ મતદારો, વોર્ડ નંબર છઠ્ઠામાં ૧૩૬૭ પુરુષ અને ૧૧૯૯ સ્ત્રી મળી કુલ ૨૫૬૬ મતદારો નોધાયેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.