આવતીકાલથી જીલ્લામાં શરૂ થશે સ્વચ્છતા હી સેવા અભિયાન જોડાવા વહીવટી તંત્રની અપીલ
બનાસકાંઠાના નાગરિકોને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાવા વહીવટી તંત્રની અપીલ
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર મિહિર પટેલ ગબ્બર તળેટીની સફાઈમાં જોડાશે
રાજ્યભરમાં 17 સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. 17 સપ્ટેમ્બર થી શરૂ થતા સ્વચ્છતા હી સેવા અભિયાન 31 સપ્ટેમ્બર સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં પણ આવતીકાલથી શહેરી વિસ્તારથી લઈ ગ્રામીણ વિસ્તાર સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. જિલ્લાભરમાં એક સાથે શરૂ થયેલા આ સ્વચ્છતા અભિયાનમાં સ્થાનિક તંત્ર સાથે લોકો જોડાઈ સ્વચ્છતા હી સેવા અભિયાનને વધુ વેગમાન બનાવશે.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંબાજી ગબ્બર તળેટી ખાતે જિલ્લા કક્ષાનો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં જિલ્લા કલેકટર મિહિર પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓ ગબ્બર તળેટીની સ્વચ્છતા કરશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વહીવટી તંત્ર સાથે સ્થાનિક લોકો અને પદાધિકારી પણ જોડાશે.
આવતીકાલથી જ્યારે બનાસકાંઠાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે, ત્યારે સ્થાનિક લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. પોતાના ઘરથી લઈ ગામની શેરીઓ સુધી સ્વચ્છતા કરી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવીએ.
સ્વચ્છતા હી સેવા અંતર્ગત શહેરી વિસ્તારના કાર્યક્રમની વિગત :-
૧. દિલ્હી ગેટથી કીર્તિસ્તંભ – પાલનપુર
૨. રિલાયન્સ પેટ્રોલ પંપની સામે ઇસ્કોનની બાજુમાં, ડીસા હાઈવે – ડીસા
૩. હોટલ ડેઝર્ટ ઇનની બાજુમાં, મીઠા સર્કલ – થરાદ
૪. આઝાદ ચોક, ભાભર જુના – ભાભર
૫. વાળીનાથ મંદિરથી નગરપાલિકા રોડ – થરા
૬. બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન અને હાઇવે સફાઈ – ધાનેરા