ભીલડી થી ડીસા તરફ જઈ રહેલ અલ્ટો ગાડી માં અચાનક આગ લાગતા બળી ને ખાખ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના ખેટવા બ્રિજ નજીક ભીલડી થી ડીસા તરફ જઈ રહેલ મંગળવારની મોડી સાંજે અલ્ટો ગાડી માં અચાનક શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી જોકે ડ્રાઇવર નો આબાદ બચાવ થયો હતો અને હાઇવે પર બે થી ત્રણ કિલોમીટર લાંબી ટ્રાફિક ની લાઈનો લાગી હતી અને ઘટના સ્થળે ભીલડી પીએસઆઈ એ.કે દેસાઈ અને સ્ટાફ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતી ક્રેન દ્વારા ગાડી ને હાઇવે અર થી દુર કરાઈ હતી તાત્કાલિક  ડીસા થી ફાયર બ્રિગેડ ને જાન કરવામાં આવી હતી અને  આગને કાબુમાં લીધી હતી જોકે કોઈ જાનહાનિ થઇ નહોતી અને અલ્ટો ગાડી બળી ને ખાખ થઈ હતી રાબેતા મુજબ ભીલડી પોલીસ દ્વારા હાઇવે ચાલુ કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.