
ડીસાના બનાસ પુલ ઉપર ગાડી પાછળ બાઈક ઘુસી જતા અકસ્માત સર્જાયો
ડીસામાં બનાસ પુલ પર ગાડીની પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માત સજાયો હતો. માનપુર ગામે રહેતા કરણસિંહ ઝાલા નામનો યુવક ડીસાથી આખોલ ચાર રસ્તા તરફ જઈ રહ્યો હતો અને બનાસકુલ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે આગળ જઇ રહેલી ગાડીની પાછળ અચાનક બાઈક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ગાડીચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ગાડીની પાછળ બાઈક સાથે ટકરાયેલા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ જમીન પર પટકાયો હતો.
ઘટનાને પગલે આજુબાજુના લોકો અને વાહનચાલકો ભેગા થઈ રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની જાણ કરતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇકચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની હાલત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.દોડી આવેલી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.