
ઇકબાલગઢ નજીક ટ્રેલર પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે.જેમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ઈકબાલગઢ નજીક ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળના ટ્રકને અકસ્માત નડ્યો હતો. રાજસ્થાન તરફથી એક ટ્રેલર અને ટ્રક આવી રહ્યા હતા. પાલનપુર આબુ હાઇવે ઉપર ઈકબાલગઢ નજીક આગળ જઇ રહેલા એક ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રક ટ્રેલર પાછળ ધડાકા ભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતોય જે બાદ ટ્રક ચાલક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર ઉપર ચડી ગયું હતું. આજુબાજુના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.પણ ટ્રેલર ચાલક ટ્રેલર લઇ ફરાર થઈ ચૂક્યો હતો. ટ્રક ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. બનાવના પગલે અમીરગઢ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી.અને અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિકને નિયંત્રણ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.