વાવના માલસણ ફીડરમાં વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં આક્રોશ, હલ્લાબોલ

બનાસકાંઠા
બનાસકાંઠા 55

વાવ તાલુકાના માલસણ ફીડરના નેજા હેઠળ આવેલા ચાંદરવા, વાવ, માલસણ ગામના ખેડૂતો ગત રોજ જી.ઈ.બી કચેરી ખાતે ધસી આવ્યા હતા અને હલ્લા બોલ કરી મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે અમે ખેડૂત ખાતેદારો છીએ અમો ખેતીવાડી વીજ કનેક્શન ધરાવીએ છીએ.છેલ્લા ર વર્ષથી અમારા માલસણ ફીડરમાંથીઅમોને સીંગલફેઝ તથા થ્રી ફેઝનો પૂરતો વીજપાવર મળતો નથી જેના કારણે અમારે વીજકંનેક્શનો હોવા છતા બોરની મોટરો ચાલુ થતી નથી. જેથી કરીને સિંચાઈમાં પીયત કરી શકાતુ નથી. નવીન ફીડર બનાવી
પૂરતો પૂરવઠો ફાળવવા ખેડૂતોએ ઉગ્રમાંગ કરી હતી. જી.ઈ.બી. (ના.કા.ઈજનેર) પટેલે ખેડૂતો ની વાતને સાંભળી ઘટતું કરવાનું જણાવ્યંુ હતું. જાેકે એક સપ્તાહ અગાઉ લોદ્વાણી ફીડરના ખેડૂતોને પણ વીજ પૂરવઠો ન મળતો હોવાની વાવ જી.ઈ.બી.તંત્રને સરપંચ સંગઠનના નેજા હેઠળ રજૂઆતો કરી હતી. પંરતુ હજુ સુધી પરિસ્થિતિ યથાવત છે. અત્યારે કોરોના દુષ્કાળ, બીમારી ની પરિસ્થિતિ ને ધ્યાને લઈ આ પંથકના ખેડૂતો ને પૂરતો અને સમયસર વીજપૂરવઠો ફાળવામાં આવે તેજ ખેડૂતોના હીતમાં છે. વીજપૂરવઠાને લઈ ખેડૂતો લાલઘૂમ બની ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.