અમીરગઢની શાળાના ગ્રાઉન્ડમાં વિદેશી દારૂની બોટલો મળતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર તાલુકામાં દારૂની રેલમછેલ છતાં તંત્ર ચૂપ: બનાસકાંઠા જિલ્લાનો સરહદી અમીરગઢ તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદ સાથે જોડાયેલો છે. જોકે, અમીરગઢ તાલુકો જાણે ગુજરાતમાં ન આવતો હોય અને રાજસ્થાનમાં જ હોય તેવી રીતે દેશી અને વિદેશી દારૂની રેલમછેલ થઈ રહી છે. તેનાથી વાકેફ હોવા છતાં જવાબદાર તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી.જેના પગલે ઘણા સમયથી સ્થાનિક રહીશો દારૂડિયાઓના ત્રાસથી પરેશાન છે.

હવે દારૂડિયાઓ દ્વારા પ્રાથમિક શાળામાં રાત્રિ દરમિયાન દારૂની મહેફિલો કરવામાં આવે છે એટલું જ નહીં,વિદેશી દારૂ અને બીયરની બોટલો શાળાના ગ્રાઉન્ડમાં ફેંકી દેવામાં આવે છે. સવારમાં અભ્યાસ માટે આવનાર બાળકો આ બધુ નરી આંખે જોયા બાદ સફાઈ પણ કરતા હોય છે. જેથી બાળકોમાં ખોટી અસર પેદા ન થાય તેનો ડર વાલીઓમાં સતાવી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.