અમીરગઢના ખારા ગામમાંથી ગુમ થયેલા યુવકની વહોળામાં દાટેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ તાલુકાના ખારા ગામે ખેતમજૂરી કરતો યુવક ગુમ થયા બાદ પંદર દિવસે ખેતરના વહોળામાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખારા ગામના વનરાજસિંહ ગુલામ સિંહ ચૌહાણના ખેતરમાં ભાગીયા તરીકે ખેત મજૂરી કરતો રાજેશભાઈ મૂળ રહે મોતીપુરા તા વડગામ નામનો યુવક અન્ય છૂટક મજૂરી માટે જવાનુ કહી ત્યાંથી નીકળેલ હતો. પરંતુ સાંજ સુધી ઘરે પરત ન ફરતા શોધખોળ દરમિયાન ન મળતા બીજા દિવસે ખેતમાલિક દ્વારા તેના પિતાને જાણ કરેલ હોઈ પિતા ખારા ગામે દોડી આવ્યા હતા અને શોધખોળ દરમિયાન પણ ત્રીજી નવેમ્બરે નીકળેલ યુવકની કોઈ ભાળ ન મળતા ગુમ થયેલ રાજેશભાઈના પિતા ઉષાભાઈએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્ર ખોવાયેલ હોવાની જાણ કરેલ હતી.આ યુવક જ્યાં ભાગીયા તરીકે કામ કરતો હતો તેની પાસેના વાહોળામાં કપડું પડ્યું હતું અને જમીનમાં કોઈ ડાટેલ હોવાનું ખેતર માલિકને દેખાતા ઉષાભાઈને જાણ કરેલ હોઈ ઉષાભાઈ એ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અમીરગઢ પોલીસે ખારા ગામે જઈ જોતા ફરિયાદીની ફરિયાદ મુજબ બનાવ હોઈ તેઓ દ્વારા મામલતદારને જાણ કરેલ અને મામલતદાર ખારા ગામે દોડી આવ્યા હતા.અને વાહોળામાં ખોદકામ કરતા યુવકની ફુગાઈ ગયેલ લાશ મળી હતી જે મરણ જનાર યુવકના પિતાએ ઓળખી હતી અને પોતાના પુત્ર રાજેશની બીજી પત્ની ગીતાબેન ઉપર શક દર્શાવતા પોલીસે લશને પી એમ માટે મોકલી મરણ જનાર યુવકનું પત્ની ની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.