અમીરગઢ પોલીસે બોર્ડર પર પોલીસે ટ્રકના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ ઝડપ્યો
અમીરગઢ પોલીસ બોર્ડર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાનના આબુરોડ તરફથી શંકાસ્પદ ટ્રક આવતાં પોલીસ ટ્રક (DL – 01 – LX – 1359)ને સાઇડ કરાવી ટ્રકની પાછળના ભાગે તપાસ કરતાં ઘર વખરીનો સામાન ભરેલ હતો. પરંતુ ટ્રકની અંદરનો ભાગ બહારના ભાગ કરતાં ઓછો જણાતા ટ્રકની અંદર જીણવટભરી રીતે જોતા ટ્રકની કેબીનના પાછળના ભાગે ગુપ્તખાનું બનાવેલ હતું. જેનું ઢાંકણ ખોલી જોતાં ગુપ્ત ખાનામાં દારૂ મળી આવતા ઈસમને અટક કરી ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ 3120 જેટલી બોટલ સહીત કુલ 12 લાખ 9 હાજરનો મુદ્દામાલ સાથે ટ્રક ચાલાક આરોપી ( 1 ) ધર્મવીરસિંહ લાલસિંહ ચમાર હાલ રહે.નગલી ડેરી નજબગઢ દિલ્હી તથા ( 2 ) બબ્બર વાળાઓએ એકબીજાના મેળાપીપણામાં પ્રતિબંધીત ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી તહોદાર ધર્મવીરસિંહ પકડાઇ ગયેલ હોય જેઓની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે.