અમીરગઢ પોલીસ ઊંઘતી રહી, એલસીબીની ટીમે દસ દિવસમાં બીજી વાર દારૂ જપ્ત કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા 249

અમીરગઢ વિસ્તારમાંથી દારૂ ભરેલી એસક્રોસ કાર બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડી છે જેમાં ૧ હજાર ૭૫૨ જેટલી દારૂની બોટલ જેની કિંમત અંદાજે ૨ લાખ ૬૦ હજાર અને કાર સહિત કુલ ૮ લાખ ૬૦ હજાર નો મુદામાલ કબ્જે લઈ અમીરગઢ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબી પોલીસે અમીરગગઢ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન રાજસ્થાન અમીરગઢ થી પાલનપુર તરફ એક એસક્રોસ કાર નં. ય્ત્ન-૦૮-મ્મ્-૨૩૪૭ માં વિદેશી દારૂ ભરી પાલનપુર તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે શિવલહેરી કોમ્પલેક્ષ ની સામે હાઇવે રોડ પર નાકાબંધી દરમ્યાન હકિકત વાળી એસક્રોસ કારનો પીછો કરતાં ઝાઝારવા ગામમાં ચાલક કાર મુકી તેમજ બાજુમાં બેઠેલ ઈસમ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો ગાડી માંથી દારૂની ૧૭૫૨ જેટલી બોટલ જેનિ ૨ લાખ ૬૦ હજાર ૧૬૦ જેટલી કિંમત તથા એસક્રોસ કાર સહિત કુલ મુદ્દામાલ ૮ લાખ ૬૦ હજાર ૧૬૦ નો કબ્જે લઈ બન્ને ઈસમો વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.