અમીરગઢ પોલીસે ઈકબાલગઢ હાઇવે પરથી દારૂની હેરાફેરી કરનાર બે ઈસમોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ પોલીસે બાતમી હકીકત આધારે ઈક્કો ગાડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળતા ઈકબાલગઢ પુલ રોડપર નાકાબંધી કરી ગાડીઓની તપાસ કરતા એક શંકાસ્પદ ગાડીને રોકાવી ડ્રાઇવરને નીચે ઉતારી ગાડીમાં પોલીસે ચેક કરતા દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે બે ઈસમોની અટકાયત કરી દારૂ સહીત કુલ મુદ્દામાલ કબ્જે કરી આંગળની તપાસ હાથ ધરી છે.

અમીરગઢ પોલીસને ખાનગી રાહે મળેલી બાતમી હકીકત આધારે ઇકબાલગઢ પુલ હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી વોચ તપાસમાં હતા. તે દરમ્યાન બાતમી વાળી ઇક્કો ગાડી GJ – 18 – BH – 6536 ની આવતાં તેને રોકાવી ગાડી તપાસ કરતાં વચ્ચેની શીટમાં તેમજ પાછળના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ, બિયરની પેટી 10 સહીત કુલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

જેમાં ( 1 ) ભરતસીંહ મનુસીંહ વાઘેલા રહે.નાનીભાખર દાંતીવાડા ( 2 ) મહીપતસીંહ શ્રવણસીંહ વાઘેલા રહે.નાની ભાખર દાંતીવાડા વાળાએ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. જેઓની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.