અમીરગઢ પોલીસે ચેક પોસ્ટ પરથી બે દેશી બનાવટી પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે ચાર ને ઝડપી પાડયા
અમીરગઢ ચેક પોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન એક હરિયાણા પારસીંગ ગાડી માંથી બે દેશી પિસ્તોલ સાથે બે જીવતા કારતુસ મળી આવ્યા હતા જેથી અમીરગઢ પોલીસ ગાડીમાં સવાર ચાર ઈસમો ને અટક કરી દેશી પિસ્તોલ ક્યાં થી લાવ્યા છે અને ક્યાં લઇ જવાનાં છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેક પોસ્ટ પર અમીરગઢ પોલીસ રૂટિંગ વાહન ચેકિંગ કરી રહી હતી જેમાં તેમને બાતમી હકીકત મળેલી કે એક રાજસ્થાન તરફથી આવતી ગાડીમાં બે પિસ્તોલો અને જીવતા કારતુંસ લઈ ગુજરાતમાં પ્રવેશવાના છે જે આધારે પોલીસે ઝીણવટ ભર્યું તપાસ હાથ ધર્યું હતું.
રાજસ્થાન તરફથી એક HR 14 AK 2232 સ્વીફ્ટ ગાડી આવતા અમીરગઢ પોલીસ ને શંકા જતા ગાડી રોકાવી હતી જોકે તપાસ દરમિયાન ગાડીમાંથી બે દેશી હાથની બનાવટી પિસ્તોલો અને બે જીવતા કારતુંસ મળી આવતા પોલીસે ગાડીમાં સવાર ચાર ઈસમો ને અટક કરી હતી જોકે આ ચાર ઇસમો બે દેશી બનાવટી હાથની પિસ્તોલ અને બે જીવતા કારતુંસ સાથે કોઈ ગંભીર પ્રકારના ગુના ને અંજામ આપવા ના હતા કે પછી કોઈને ડીલેવરી આપવાના હતા તે દિશામાં અમીરગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.