
રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને જૂનાગઢ જતી ટ્રકને અમીરગઢ પોલીસે ઝડપી પાડી, એક બુટલેગર ઝબ્બે
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જિલ્લામાં પ્રોહી, જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ હોય માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસ સ્ટાફ આવલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન એક શંકાસ્પદ ટ્રક રોકાવી ચેક કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂનો પ્રોહિ મુદામાલ મળી આવેલો જે ગુનાના કામે ટ્રકમાં કુલ 10 લાખ 17 હાજર 400 ન મુદ્દામાલ કબ્જે લઈ ટ્રક ચાલક દાઉદ આમદા સાંઘ ઝડપી પાડી પૂછપરછ કરતા પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂ બિયાવરથી જૂનાગઢ લઇ જવાતો હતો જેથી અમીરગઢ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.