અમીરગઢ પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે આરોપી ઝડપ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનના બિયાવરથી દારૂ ભરીને ગુજરાત આવતા ટ્રક ચાલકને ગુજરાતમાં પ્રવેશે તે પહેલાં ઝડપી પાડ્યો છે અને ટ્રકમાંથી છુપાવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જિલ્લામાં દારૂ, જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ.જેમના માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસ સ્ટાફ આવલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમ્યાન એક શંકાસ્પદ ટ્રક રોકાવી ચેક કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલો. જે ગુનાના કામે ટ્રકમાં કુલ ૧૦,૧૭,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ ટ્રક ચાલક દાઉદ આમદા સાંઘને ઝડપી પાડી પૂછપરછ કરતા પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂ બિયાવરથી જૂનાગઢ લઇ જવાતો હતો. જેથી અમીરગઢ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.