બનાસકાંઠા જિલ્લામાં બદલાતા વાતાવરણ વચ્ચે તાવ ખાંસી શરદીના દર્દીઓમાં વધારો થયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બેવડી ઋતુના કારણ છેલ્લા કેટલાક દિવસોથી  વાયરલ ફીવર, બદલાતી ઋતુ અને લગ્નસરાની સિઝન પણ કારણભૂત

બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં થયેલ માવઠાના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું અને અત્યારે પણ રાત્રિથી વહેલી પરોઢ સુધી ઠંડીનો ચમકારો જ્યારે બપોરના સુમારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જેને પગલે જિલ્લાવાસીઓ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બેવડી ઋતુના કારણે છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં વાયરલ ફીવર, શરદી, ખાંસીના કેસોમાં  વધારો નોંધાયો છે.

શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન: વચ્ચેનો સમય ચાલી રહ્યો છે જેમાં કમોસમી વરસાદ થતાં વાતાવરણ ડોહળતા  જીલ્લામાં રાત્રિના તાપમાનમાં ઘટાડો થાય છેજ્યારે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં વધારો થતાં.  છેલ્લા  બે ચાર દિવસ થી  મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેથી વાયરલજન્ય બિમારીઓએ માથુ ઉચક્યું છે. બેવડી ઋતુના કારણે જિલ્લામાં વાયરલ ઇન્વેશનના કેસોમાં વધારો નોંધાય છે. સાથે સાથે શરદી, ઉધરસ, ગળામાં દુઃખાવાના કેસો પણ વધવા પામ્યા છે  જિલ્લાના વિવિધ સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં તાવ, શરદી, ઉધરસ સહિત વાયરલજન્ય બિમારીના દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સરકારી હોસ્પિટલમાં પણ ઓપીડીના કેસો વધવા પામ્યા છે. વાયરલજન્ય બિમારીની સાથે સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો પણ જોવા મળી રહ્યા છે. અને જિલ્લામાં ઝાડા-ઉલ્ટી, ના કેશો પણ જોવા મળી રહ્યા છે.

આ ઋતુમાં બાળકોમાં પણ વાયરલનું પ્રમાણ વધ્યું છે, તબીબ: આ અંગે કેટલાક બાળ નિષ્ણાતોના પ્રમાણેજણાવ્યા પ્રમાણે  હાલમાં બેવડી ઋતુના લીધે ખાસ કરીને નાના બાળકોમાં વાયરલ ન્યુમોનિયા વાયરલ ગાલ પચોળિયાં વાયરલ ફોલ્લીઓ વાયરલ માયોસિટિસનું પ્રમાણ વધવા પામ્યું છે. જેથી નાના બાળકોમાં કોઈપણ લક્ષણ જણાય તો તુરંત તબીબને બતાવીને સમયસર દવા લેવાથી તેનાથી બાળકને તાત્કાલિક રાહત મળે છે.

સરકારી સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ ઓપેડીમાં વધારો થયો: અંગે કેટલાક ડોક્ટરોએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુઓ અનુભવાતા લોકોમાં બિમારીઓ નું પ્રમાણ વધ્યું છે જેના કારણે હોસ્પિટલોમાં પણ દિવસ દરમિયાન ઓપીડી ની સંખ્યામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે

બનાસકાંઠા જિલ્લામાં લગ્નસરાની સીઝન પણ ચાલી રહી છે: બનાસકાંઠા જિલ્લામાં લગ્નસરાની સિઝન પણ જામી છે જેના કારણે બદલાતી ઋતુ વચ્ચે લગ્નો માં લોકોને અવર-જવર અને લગ્ન ની વસ્તુઓનો વધુ પડતો ઉપયોગના કારણે પણ આવા દર્દીઓને વધારો થયો છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.