
અંબાજીની જય અંબે નાગરિક શરાફી સહકારી મંડળીને તાળાં લાગ્યા
યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા ૨૫ વર્ષ થી ચાલતી જયઅંબે નાગરિક શરાફી સહકારી મંડળીને તાળા લાગી ગયા છે.જેને લઈ અનેક બચત ધારકો સહીત તેમજ થાપણદારોના લાખો રૂપિયા અટવાયા છે. કોરોના કાળમાં બંધ થયેલી આ જયઅંબે નાગરિક શરાફી સહકારી મંડળીમાં લોકો પોતાના નાણાં લેવા માટે આવતા હતા ત્યારે જવાબ અને નાણાં ન ચૂકવવા પડે તેણે લઇ આ મંડળીને તાળા મારી દીધા હોવાનું ભારે ચર્ચાસ્પદ બન્યું છે. આ મંડળી અંબાજી, ઇકબાલગઢ અને અમીરગઢ આમ ત્રણ બ્રાન્ચ ચલાવતી હતી. જેમાં લોકોની લાખો રૂપિયાની થાપણો આ મંડળીમાં મુકાઈ હતી પણ છેલ્લા બે વર્ષથી આ શરાફી સહકારી મંડળીમાં તમામ વ્યવહારો ઠપ થઇ જતા મંડળીને તાળા જાેવા મળી રહ્યા છે. આ મંડળી દ્વારા પોતાનો વ્યાપાર વધારવા ઇલેક્ટ્રોનિક શૉ રૂમ પણ શરુ કર્યો હતો તે પણ બંધ થઇ ગયો છે ને હાલમાં મંડળીમાં કોઈ જ કર્મચારી કે પદાધિકારી જાેવા ન મળતા અનેક થાપણ દારો મુશ્કેલીમાં મુકાયા છે. એટલુંજ નહિ કર્મચારીઓના પગાર પણ થયા નથી અને પીએફના નાણાં પણ બારોબાર ઉપડી જવાની ફરિયાદો ઉઠવા પામી છે જે પીએફ ખાતાના બદલે ખાનગી સંસ્થામાં જમા કરાવી કર્મચારીઓ સાથે વિશ્વાસઘાત થયા હોવાનું કર્મચારી ખુદ જણાવી રહ્યા છે ને હાલ માં આ મંડળીને તાળા લાગ્યા બાદ ગ્રાહકોને કોઈ પ્રત્યુત્તર જ મળતો નથી.જાેકે મંડળી ને તાળા લાગ્યા બાદ મંડળીના ચેરમેન શિવરામ જાેશી પોતે પણ ઠગાયા હોવાનો અહેસાસ કરી રહ્યા છે પોતે અભણ અને અજ્ઞાનતાનો લાભ અન્ય કર્મચારીઓ ઉપાડીને પોતાના મળતીયાઓને મોટા ધિરાણો આપી મંડળી સાથે દગો કર્યા હોવાનું જણાવી રહ્યા છે. મંડળીના ચેરમેન શિવરામ જાેશીએ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીનગરમાં પણ પત્ર દ્વારા જય અંબે નાગરિક શરાફી સહકારી મંડળીના ગોટાળાઓ અને ગેરરીતે બાબતે ફરિયાદ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મંડળીના બે વ્યક્તિઓ મેનેજર મનોજ જાેશી અને એમડી બકુલેશ શુક્લ, અમે પોતે ભણેલા નથી અને અમારી અજ્ઞાનતાનો લાભ લઇ એક ફોર્મ ઉપર અમારી સહીઓ કરાવી અને તેમણે ચેરમેન તરીકેની મારી નિમણૂક કરેલી છે.હાલ તબક્કે તો આ મંડળી ને તાળા લાગી જતા થાપણદારો ના લાખો રૂપિયા અટવાયા પડ્યા છે સાથે દૈનિક અને બચત ખાતેદારોને પણ રોવાનો વારો આવ્યો છે છે જ્યાં સારા અને શુભ પ્રસંગ માટે પૈસા એકત્રિત કર્યા હતા પણ ખરા સમયજ પોતાના નાણાં ન મળતા રાતાપાણી એ રોવા જેવો ઘાટ ઘડાયો છે. જાેકે, ગાંધીનગર રજીસ્ટાર કચેરીએ કરેલી ફરિયાદના પગલે રજીસ્ટર કચેરી ગાંધીનગર દ્વારા ચેરમેનનું રાજીનામું લેવા અને કસ્ટોડિયન નિમવા માટે માટે અને મંડળીમાં થયેલી ગેરરીતી અને ગેરવહીવટ તપાસ થવા પત્ર પણ જિલ્લા રજીસ્ટર કચેરીને પાઠવવામાં આવેલો છે પણ જે બાબતે પણ કોઈ કાર્યવાહી હોય તેવું લાગતું નથી.