અંબાજી થી ઉમરગામ સુધીની પરિવર્તન યાત્રાનો શુભારંભ કરાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ભક્તિ,શક્તિ અને આસ્થાનું ત્રિવેણીસંગમ ગણાતું માં જગતજનની અંબાનું ધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે.ત્યારે માં અંબાના ચરણે શીશ નમાવવા હજારો-લાખોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે.ત્યારે કોઈપણ રેલી,યાત્રા કે સંમેલનની મોટાભાગે માં અંબાના ધામેથી શરૂઆત કરવામાં આવતી હોય છે.ત્યારે ગુજરાતના યુથ કોંગ્રેસ તરફથી પરિવર્તન યાત્રાનો શુભારંભ પણ મા અંબાના ધામથી કરવામાં આવ્યો છે.આ પરિવર્તન યાત્રા અંબાજીથી ઉમરગામ સુધીની છે.ગુજરાત યુથ કોંગ્રેસની પરિવર્તન યાત્રા પહેલા ગુજરાતના કોંગી નેતાઓ માં અંબાના ચરણોમાં શીશ નમાવવા પહોંચ્યા હતા.જેમાં ગુજરાત યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા સાથે કોંગ્રેસના બીજા નેતાઓ પણ માં અંબાના દર્શન તેમજ આર્શીવાદ મેળવવા અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.