
અંબાજી મંદિરને હજારો ફૂલોથી શણગારવામાં આવ્યુ
આઠમના ને લઈને આજે અંબાજી મંદિર ને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિર, ચાચર ચોક,ભટજી મહારાજ ની ગાદી, શક્તિ દ્વાર ફૂલો થી શણગારવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ ભક્તોનો મોટો ઘસારો અંબાજી મંદિરમાં જોવા મળી રહ્યો છે.અંબાજી મંદિર મા પ્રવેશવા ની રેલીગ સહિત માતાજીનો ચાચર ચોક માઇ ભક્તો થી ઉભરાઈ રહ્યો છે.તો સાથે સાથે જ્ય અંબેનો નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યુ હતુ.ફોટામાં જોવા મળે છે કે મંદિરને કેદારનાથ મંદિર જેવુ જ શણગારવામાં આવ્યુ છે.આજે આઠમને લઈ અંબાજી મંદિરમાં ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. અંબાજી મંદિર તેમજ ચાચર ચોક,ભટજી મહારાજની ગાદી આ ઉપરાંત શક્તિ દ્વાર ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. મળતી માહિતી અનુસાર આ ફૂલો ખાસ નાસિકથી મગાવવામાં આવ્યા છે.
આજે વહેલી સવારથી જ ભક્તોનો મોટો ઘસારો મંદિરમાં જોવા મળ્યો હતો. જય અંબેના નાદ સાથે ભક્તોની કતારો જોવા મળી હતી.યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવે છે. ત્યારે આજે રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિર ની યજ્ઞશાળા મા મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવશે. આ મહા યજ્ઞમાં રાજવી પરિવાર હાજર રહી મહાયજ્ઞ મા આહુતિ આપશે. ત્યાર પછી આ મહાયજ્ઞમાં માઈભક્તો પણ આહુતિ આપી માતાજી નો આશીર્વાદ મેળવશે.યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવે છે.આજે રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિર ની યજ્ઞશાળામા મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવશે. તેમજ તેમના દ્વારા આ યજ્ઞમાં આહુતિ પણ આપશે.