
અંબાજી નિજમંદિરમાં માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ-વિદેશમાં વિખ્યાત છે.ત્યારે યાત્રાધામ અંબાજીમાં જગતજનની અંબાનું એક શક્તિપીઠ બિરાજમાન છે.જેના દર્શન કરવા માટે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના દ્વારે આવી માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે.ત્યારે માતાજીના મંદિરે વર્ષમાં કેટલાય દિવસે માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવતો હોય છે.ત્યારે આજે મા જગતજનની અંબાના નિજ મંદિરમાં માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.જેમાં માતાજીના મંદિરના મુખ્ય પૂજારી ભટજી મહારાજ દ્વારા માતાજીની અન્નકૂટ આરતી કરવામાં આવી હતી.જેમા માતાજીની અન્નકૂટ આરતીમાં મોટી સંખ્યામાં માઇભક્તો જોડાયા હતા ત્યારે માતાજીના દિવ્ય દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા.