અંબાજીમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટીમથી શરૂઆત
યાત્રાધામ અંબાજી ખાતે આવેલા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અનેક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે. વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા ક્રિકેટ પ્રતિયોગીતાનું આયોજન જીએમડીસી અંબાજી ખાતે થાય છે. ત્યારે પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રતિયોગીતામાં મહિલા ક્રિકેટ ટીમ અને જેન્ટ્સ ક્રિકેટ ટીમનો અલગ અલગ આયોજન કરવામાં આવ્યું છે.યાત્રાધામ અંબાજી ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના સ્પોન્સર હેમંત દવે બિલ્ડર, ઓનેસ્ટ હોટલ વાળા દ્વારા અંબાજીમાં HPL નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમનો ધ્યે છે કે અંબાજીના બાળકો ફિઝિકલ એક્ટિવિટીમાં આગળ આવે જેમાં બાળકોની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનનું કરવામાં આવેલું છે. જેમાં આ ટુર્નામેન્ટની સફળતા બાદ ફરી અંબાજી ગામનાં બાળકો માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં પણ અન્ય એક્ટિવિટી જેવી રીતે કે દોડ અને અન્ય રમતોની સ્પર્ધાનું પણ આયોજન હેમંત દવે દ્વારા અગાઉ કરવામાં આવનાર છે.