અંબાજીમાં આગામી 12 થી 16 ફેબ્રુઆરી સુધી ગબ્બર શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત રાજ્યના યાત્રાધામ અંબાજી ગબ્બર શક્તિપીઠની તળેટીમાં આકાર પામેલા 51 શક્તિપીઠ પરિકમ્મા મહોત્સવની ઉજવણી આગામી 12 થી 16 ફેબ્રુઆરી યોજાનાર છે.જેની તૈયારીના ભાગરૂપે અંબાજીમાં એક બેઠક યોજાઈ હતી.જેમાં કલેકટર અને દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારની આગેવાનીમાં યોજાયેલ બેઠકમાં અંબાજી સર્વે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આમ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર શક્તિપીઠ ખાતે આગામી 12 થી 16 ફેબ્રુઆરી પાંચ દિવસીય ગબ્બર શક્તિપીઠ પરિકમા મહોત્સવ ઉજવવામાં આવશે.આ ધાર્મિક ઉત્સવમાં દેશ અને વિદેશમાંથી ભાવિકો ઉમટશે.આમ પાંચ દિવસીય ઓચ્છવમાં માતાજીની શોભાયાત્રા,મહાશક્તિ યાગ,આનંદ ગરબાની અખંડ ધૂન,ચામર યાત્રા,પાદુકા યાત્રા,ભજન સત્સંગ,સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભારતનો મોટો લાઈટ એન્ડ સાઉન્ડ શો ભાવિકો માટે આકર્ષણનુ કેન્દ્ર બનશે.જે માટે વિવિધ 21 સમિતિઓની રચના કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.