
અંબાજી પ્રજાપતિ પરિવાર દ્વારા વિધાર્થીઓને ઇનામ વિતરણ કરાયું
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ દેશ-વિદેશમાં વિખ્યાત છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે અનેકો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સામાજિક કાર્યક્રમો યોજાતા હોય છે. મા અંબાના ધામ અંબાજીમાં અનેકો કાર્યક્રમો ખુબ જ ધૂમધામથી યોજવામાં આવતા હોય છે. આજે અંબાજીના કૈલાશ ટેકરી નીચે આવેલી પ્રજાપતિ ધર્મશાળા ખાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આજે અંબાજી અને આજુબાજુમાં વસવાટ કરતા પ્રજાપતિ સમાજના લોકો દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત માતાજીને દીપ પ્રગટાવીને શુરૂ કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતે નાના-નાના બાળકો દ્વારા ડાન્સ પ્રસ્તુતિ આપી કાર્યક્રમની સમા બાંધી હતી. અખિલ પ્રજાપતિ સમાજના મહેમાનોનું સ્વાગત કરી સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્યને આગળ વધારવા માટે સમજણ આપી હતી. ત્યારબાદ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.