અંબાજી મંદિર ટ્રસ્ટે કુલ 175 કિલો સોનુ અંદાજે 122 કરોડ ની કિંમત નુ જી.એમ.એસ સ્કીમમાં જમા કરાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

પ્રજા પાસે તેમજ મોટી સંસ્થાઓ પાસે રહેલા સોના ને ઉપયોગ માં લેવા કેન્દ્ર સરકાર દ્વારા લોકો નું સોનુ મેળવી તેના ઉપર વ્યાજ આપવા માટે ની એક ગોલ્ડ મોનિટઝેશન સ્કીમ ચાલુ કરવામાં આવેલી છે. આ યોજના નો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ભરપૂર લઇ રહ્યો છે .અંબાજી મંદિર માં 1960 થી વિવિધ માઇભક્તો દ્વારા દાનમાં મળેલા સોનાના વિવિધ ઘરેણાં જે એકત્રિત કરવામાં આવ્યા હતા તે તમામ સરકાર ની આ ગોલ્ડ મોનિટઝેશન સ્કીમમાં મુકવા રાજ્ય સરકાર પાસે થી સિધ્યન્તિક મંજૂરી મેળવ્યા બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે બેંક ઓફ બરોડા માં 171 કિલો સોનુ ગોલ્ડ મોનિટાજેશન સ્કીમમાં મૂકી ને હાલ કુલ 175 કિલો સોનુ અંદાજે આજની કિંમત અનુસાર 122 કરોડ ની કિંમત નુ આ સ્કીમ માં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે જમા કરાવ્યું છે.

જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માતાજી ને ચઢાવવામાં આવેલા વિવિધ દાગીનાઓ ને ઓગાળી બિસ્કિટ સ્વરૂપે બનાવી બેંકમાં જમા કરાવે છે. ને આ ગોલ્ડ મોનિટઝેશન સ્કીમમાં મુકવામાં આવેલા સોના નું મળતા વ્યાજ ની રકમ મંદિર ટ્રસ્ટ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓ ની સુખ સુવિધા માટે વાપરવામાં આવે છે અને સોનુ પણ અકબંધ રહે છે. જયારે ભક્તો દ્વારા માતાજી ને ચાંદી ના ઘરેણાં પણ વિવિધ સ્વરૂપે ચઢાવતા હોય છે તે અત્યાર સુધી માં 5500 થી 6 હજાર કિલો જે હમણાં નાં ભાવ અનુસાર 50 કરોડ ની કિંમત થી વધુ ચાંદી એકત્રિત થયી છે તેને હજી આ મોનિટાઇઝેશન સ્કીમમાં મુકવામાં આવેલ નથી પણ આગામી સમય માં આ તમામ ચાંદી ની વેલ્યુંવેશન કરાવી આગળ ની કાર્યવાહી હાથ ધરાશે જે અંદાજે 15 એક દિવસ માં પૂર્ણ કરાશે તેમ અંબાજી મંદિર ના અધિક કલેકટર અને વહીવટદાર કૌશિક મોદી એ જણાવ્યું હતું.

અંબાજી મંદિર પાસે 175 કિલો સોનું

હમણાં નાં ભાવ પ્રમાણે રું 122 કરોડ ની કીંમત

6000 કિલો ચાંદી , હાલના ભાવ પ્રમાણે અંદાજે રું 50 કરોડ ની કિંમત

અંબાજી મંદિરે 122 કરોડ ની કિંમત નું 175 કિલો સોનુ સરકાર ની ગોલ્ડ મોનેટાઈઝેસન સ્કીમ માં રાખ્યું

ચાંદી હજી મંદિર માજ ,આગામી સમય માં તે પણ બેંક માં મુકવા નિર્ણય લેવાશે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.