અંબાજી મંદિર પોતાના ખર્ચે શ્રધ્ધાળુ ઓને માતાજી ની ધજા ઘરે બેઠાપહોચાડવા નો નિર્ણય
સેંકડો કિલોમીટર ચાલી ને શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે લઇ આવતા ધજા હવે ગામે ગામ લહેરાય તેવો નિર્ણય અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યો છે લાખો લોકો શ્રદ્ધા સ્વરૂપે પોતે લાવેલી ધજા માં અંબે ના મંદિર ના શિખરે ચઢાવતા હોય છે તે ધજા ને હવે પ્રસાદ અને આસ્થા સ્વરૂપે શ્રદ્ધાળુઓ ને વિનામૂલ્ય તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે અને તે પણ નિઃશુલ્ક કોઈ પણ જાતના પોસ્ટ કે કુરિયર નાં ચાર્જ લિધર વગર માતાજી ને ચઢાવેલી ધજા શ્રદ્ધાળુઓ ને ઘરે બેઠા પહોંચાડવાનું આયોજન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ કર્યું છે અંબાજી મંદિર એ એક નવી પહેલ શરૂ કરી મહત્વ નો નિર્ણય લીધો છે.
બહાર રહેતા શ્રદ્ધાળુઓ એ અંબાજી મંદિર ના ટેમ્પલ ઇન્સ્પેક્ટર ના મોબાઈલ નંબર 9726086882 નંબર ઉપર સંપર્ક કરી ને પોતાનું સરનામું નોંધાવવાનું રહેશે ને ત્યાર બાદ મંદિર ટ્રસ્ટ પોતાના ખર્ચે માતાજી ને ચઢાવેલી ધજા તે યાત્રિક ને ઘરે બેઠા મોકલવામાં આવશે. અને યાત્રિકો પોતાના ગામ માં કોઈ પણ મંદિરે તે ધજા ફરકાવે ને માતાજી ના આશીર્વાદ તે સમગ્ર ગામ ઉપર બનેલા રહે તેવા આશય થી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનુ . કૌશિક મોદી (અધિક કલેકટર અને વહીવટદાર)અંબાજી મંદિર એ જણાવ્યુ હતુ.
Tags Ambaji Banaskantha Deesa Palanpur