
અંબાજી ગ્રામ પંચાયત અને શક્તિ સેવા કેન્દ્ર સફાઈ અભિયાનમાં જોડાયા
ભાદરવી પૂનમનો મહામેળો પરિપૂર્ણ થયો છે ત્યારે અંબાજીમાં તારીખ 30 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મહાનગરપાલિકાનો સ્ટાફ આ કામગીરી જોડાયો છે. સ્વંમ સેવકોને પણ વિભાગમાં વિભાજીત કરી સફાઈ કામગીરી સોંપવામાં આવી રહી છે. આજે 1 ઓક્ટોમ્બરે જિલ્લા વિકાસ અધિકારીની ટીમ તાલુકા વિકાસ અધિકારીની ટીમ અને અંબાજી ગ્રામ પંચાયતની ટીમ સાથે શ્રી શક્તિ સેવા કેન્દ્ર સ્વચ્છતા હી સેવામાં જોડાઈ અંબાજીના જાહેર માર્ગો પર સફાઈ અભિયાનમાં જોડાયા હતા.જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે, માઁ અંબાના પવિત્ર ધામ અંબાજીમાં છેલ્લા અઠવાડિયાથી ભાદરવી પૂનમનો મહામેળો ચાલતો હતો અને ખુબ સુંદર કામગીરી કરીને સ્વચ્છતા ટીમ દ્વારા તમામ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. પરંતુ હજી પણ અમુક વેસ્ટ જે છે એ રહી ગયો છે.
અત્યારે આપણે બધાને જાણીએ છીએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક તારીખ એક કલાકનુ આહવાન કર્યું અને પોતાનું શ્રમદાન કરવા માટે સ્વચ્છતા હી સેવા જે કાર્યક્રમ છે એના અંતર્ગત સફાઈ કરવા જણાવ્યું હતુ. એ અંતર્ગત અમારી ટીમ અને તાલુકા પંચાયત દાંતાની ટીમ અમે લોકો ભેગા થઈને અત્યારે જેટલું પણ વેસ્ટ રહી થઈ ગયું છે તેની સફાઈ કરીએ છીએ. આ વેસ્ટને ટ્રેક્ટરમાં મૂકીને એનું યોગ્ય નિકાલ થાય એવી વ્યવસ્થા અમે કરશું.અત્યાર સુધી જે કામગીરી છે એ મારા દ્વારા ટીમો મારફત લેવામાં આવી હતી. પરંતુ આજે જાતે ભાગ લઈને તેમની જે સમસ્યાઓ છે તેનો પણ આભાસ થયો છે.