
અંબાજી ગબ્બર તળેટી ખાતે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલા 51 શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ 2023 યોજવા જઈ રહ્યો છે.ત્યારે તા.12-2-23થી 16-2-23 સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.જેમાં શ્રી 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા ચોમર યાત્રા જય ભોલે ગ્રુપ દ્વારા નીકળવામાં આવશે.આ સિવાય શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ કરવામાં આવશે આ સાથે ભજનમંડળીઓ દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાશે.જે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રોગ્રામમાં ગબ્બર તલાટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.જેમાં મોટી સંખ્યામાં દેશભરના માઇભક્તો ભાગ લેશે.અંબાજીમાં 51 શક્તિપીઠો- યાત્રાધામ અંબાજી ખાતે દેશ અને વિદેશમાં અલગ અલગ જગ્યાએ આવેલા માતાજીના 51 શક્તિપીઠોના નિર્માણનું કામ તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યું હતું.જેમાં દેશ અને વિદેશોમાં શ્રીલંકા,બાંગ્લાદેશ,નેપાળ,પાકિસ્તાન વગેરે દેશમાં આવેલા માતાજીના શક્તિપીઠો પ્રમાણે 51 શક્તિપીઠોનું નિર્માણ અંબાજીમાં કરવામાં આવેલું છે.યાત્રાધામ અંબાજી ખાતે આવેલા 51 શક્તિપીઠોના દર્શન માઇભક્તો એક જ જગ્યાએ તમામ શક્તિપીઠોના દર્શન અને પરિક્રમા કરી શકે તેનો લાભ પણ મળશે.આમ દર વર્ષે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.