શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરે સિક્સર મારતાં લોકોએ તાળીઓ પાડી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ભાભરના અબાળા ખાતે ગઈકાલે ગુરુવારે રાત્રે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં બનાસડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરે સિક્સર મારી હોવાના વીડિયો વાઇરલ થયો હતો. આગામી વિધાનસભાની ચૂંટણીઓ સાથે આ વીડિયોને સરખાવીને લોકો અનેક અટકળો લગાવી રહ્યા છે

ભાભરના અબાળા ખાતે ગઈકાલે રાત્રે જોગમાયા મંદિરના લાભાર્થે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીને આમંત્રિત કરાયા હતા. જેના ઉદ્ઘાટન પ્રસંગે શંકર ચૌધરીએ બોલિંગ કરી હતી, જ્યારે અલ્પેશ ઠાકોરે બેટિંગ કરી શંકર ચૌધરીની બોલિંગ પર સિક્સર ફટકારતાં ઉપસ્થિત લોકોએ તાળીયોનો વરસાદ વરસાવ્યો હતો.

એક ચૌધરી સમાજના નેતા અને એક ઠાકોર સમાજના નેતાને ક્રિકેટ પિચ પર મેચ રમતા જોઈ લોકોએ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અનેક અટકળો લગાવી હતી. ત્યારે હવે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર ક્લિન બોલ્ડ થશે કે સિક્સર ફટકારશે તે જોવું રહ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.