ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે દાંતાના લાટોલ ખાતે સભા સંબોધી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના મુદ્દાઓ ભૂલી પાકિસ્તાન, કોંગ્રેસ અને રામ મંદીર પર ભાષણ આપ્યું; 100 જેટલા સમર્થકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

લોકસભાની ત્રીજા ચરણ ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારો એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. તો ક્યાંક વાણી વિલાસનો પણ સહારો લેવાઈ રહ્યો છે. દાંતા તાલુકાના લોટૉલ ખાતે ગુજરાત રાજ્ય ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપાના લોકસભા સ્ટાર પ્રચાર તરીકે મતદારોને આકર્ષવા પહોંચ્યા હતા.

અલ્પેશ ઠાકોર આવતા જ લોકો તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં આવકારવા ઢોલ નગારા સાથે જોવા મળ્યા હતા. સાથે સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ અને લોકસભા સાંસદના પતિ હિતેશ ચૌધરી સહિત ભાજપના મોટા નેતા ઉપર હાજર રહ્યા હતા. અલ્પેશ ઠાકોર પ્રવચનમાં જિલ્લાના મુદ્દાઓને અવગણીને પાકિસ્તાન, આતંકવાદ, કોંગ્રેસ અને રામ મંદિર મુદ્દે પ્રવચન આપ્યું હતું અને કૉંગ્રેસ પર વરસ્યા હતા.

જે રીતે હાલમાં ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ આડુ પડ્યું છે. જ્યારે ઠાકોર સમાજમાં કોઈ પ્રશ્નો ન સર્જાય તે માટે આજે ઠાકોર સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોર દાંતા તાલુકામાં પહોંચી ઠાકોર સમાજને લઇ અનેકો વિકાસની વાતો કરી હતી. તો સાથે સાથે ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ અને રબારી સમાજ સહિત અન્ય તમામ જ્ઞાતિના મતદારોને ગુજરાત સહિત દેશમાં વિકાસમાં પોતાનો મતદાન સ્વરૂપે યોગદાન કરવા અપીલ કરી હતી.

દાંતા તાલુકાના લોટૉલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અલ્પેશ ઠાકોરની આ સામાજિક સવાંદ સંમેલનને સફળ બનાવાનો પ્રયાસ કર્યો હતો. જે રીતે વિપક્ષે માત્ર લોભામણી જાહેરાતો અને લઘુમતી સમાજને આકર્ષવા મેનીફેસ્ટો જેવી બાબતને પણ ટાંકી હતી. ખાસ કરી ભારતદેશમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી હેટ્રિક કરે તે માટે મતદાન કરી સહયોગી બનવા અલ્પેશ ઠાકોરે અપીલ કરી હતી.

દાંતા તાલુકામાં યોજાયેલી જાહેર સભામાં અલ્પેશ ઠાકોરની હાજરીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકોએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. દાંતા તાલુકાના પૂર્વ પીઆઇ સાથે અને તેમના 100 જેટલા સમર્થકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

ગેનીબેન ઠાકોરને લઈને અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોઈપણ પક્ષ કે ઉમેદવાર ગમે ત્યાં પ્રચાર કરી શકે છે, એ તેમનો સ્વતંત્ર અધિકાર છે. કોઈપણ પાર્ટી પોતાના વિચારો જનતા વચ્ચે મૂકી શકે છે. હાલમાં જે દસ વર્ષમાં દેશનો વિકાસ થયો છે. દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ નીચા ક્રમાંકે હતી જ્યારે હાલની સ્થિતિમાં પાંચમાં ક્રમાંકે આવી છે. આવનાર સમયમાં સરકાર 2027 સુધી આપણા દેશને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાને ભ્રષ્ટાચાર વિહીન સરકારનું ગઠન કર્યું છે. દેશના નિર્માણમાં યોગદાન આપ્યું છે. તેમને ફરી એકવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે ભાજપને મત આપવા માટે હું તમામ લોકોને અપીલ કરું છું. દેશના અનેકો મુદ્દાઓને આપની સરકારે સરળતાથી હલ કરીને દેશને પ્રગતિ પર પહોંચાડ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.