દૂધના વ્યવસાય સાથે બનાસડેરી વૃક્ષા રોપણ મા પણ કરી રહી છે. જિલ્લા ને પર્યાવરણ બાબતે મદદ
પશુપાલકો વૃક્ષના ઉછેર અને રોપણી માટે સંકલ્પ લીધા: બનાસકાંઠા જિલ્લાનાં નામ સાથે જોડાયેલ બનાસડેરી એ જિલ્લા ને હરિયાળો કરવા માટે નું અભિયાન છેડ્યું છે.અને દર વર્ષે જિલ્લા નાં તમામ ખેડૂતો અને પશુપાલકો ને ઘર આંગણે વિવિધ જાતિ ના રોપા ઉપલબ્ધ કરાવ્યા છે. જેના ભાગ રૂપે પશુપાલકો જાહેર જગ્યા કે પછી પોતાના ખેતર માં વૃક્ષા રોપણ ની સાથે વૃક્ષ ઉછેર કરી રહ્યા છે.
ધાનેરા તાલુકાની એક સાથે ત્રણ દૂધ મંડળી ખાતે પશુપાલકો ને છોડ આપવામાં આવ્યા હતા.સાથે વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું. બનાસડેરી ના ઝોનલ અધિકારી સાથે વિસ્તરણ અધિકારી સુપરવાઈઝર સહિત ના બનાસડેરી પરિવાર એ આજે રૂબરૂ ત્રણ ગામો મા પહોંચી વૃક્ષારોપણ ની સાથે વૃક્ષ ઉછેર માટે પશુપાલકો ની મુલાકાત લીધી હતી.
ધાનેરાના રવીયા ગામ ખાતે આવેલ દૂધ મંડળી દ્વાર રવિયા ગામ ખાતે આવેલ ગુરુ મંદિર ખાતે વૃક્ષા રોપણ કર્યું હતું. ધાનેરા તાલુકાના વિવિધ ગામો મા આવેલ ધાર્મિક સ્થળો હરિયાળા બને તેવા ઉદ્દેશ્ય સાથે પશુપાલકો એ અને બનાસડેરી પરિવારે સાથે રહી વૃક્ષા રોપણ કર્યું હતું. જેમાં રવિયા દૂધ મંડળી ના મંત્રી સહિત ના આગેવાનો એ પૂજન સાથે વૃક્ષ નારાયણ નિં રોપણી કરી હતી.
રવીયા કોટડા ગામ ખાતેની દૂધ મંડળી ખાતે ફળ ફલાદી અને જમીન ના ઉપયોગી છોડ નું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક દૂધ મંડળી ખાતે રવિયા કોટડા દૂધ મંડળી ના મંત્રી ચેરમેન સહિત ના પશુપાલકો એ વૃક્ષની રોપણી કરી હતી. અને જાતે પશુપાલકો એ પોતાની પસંદગી ના છોડ દૂધ મંડળી થી મેળવ્યા હતા.
આજ રીતે આજે ધાનેરા ની શેરા દૂધ ઉત્પાદક મંડળી ખાતે પણ સામૂહિક વૃક્ષ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે શેરા ગામ ના ધાર્મિક સ્થળે બનાસડેરી પરિવારે છોડ ની રોપણી કરી હતી.બનાસડેરી છેલ્લા પાંચ વર્ષ થી લાખો ની સંખ્યા માં છોડ પશુપાલકો ને સ્થાનિક દૂધ મંડળી આપી રહી છે.જેના થકી જિલ્લા મા પ્રૂકૃતી પ્રતે જાગૃતા આવે અને આવનારી પેઠી ના ભવિષ્ય માટે પૃથ્વી નું રક્ષણ થાય