પાલનપુર ખાતે અખિલ આંજણા મહિલા વિંગની બેઠક યોજાઇ: કુરિવાજો દૂર કરી સ્ત્રી સશક્તિ કરણ પર મુકાયો ભાર

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર ની કુંવરબા સ્કૂલ ખાતે અખિલ આંજણા મહિલા વિંગની બેઠક યોજાઇ હતી. જેમાં સમાજ ના શિક્ષણનું સ્તર વધે કુરિવાજો દૂર થાય તેમ જ આજના યુગમાં ખોરાક થી થતા રોગો માં જાગરૂકતા આવે અને બહેનો સમાજમાં આગળ આવે શિક્ષણનું સ્તર વધે તે માટે આજે મહિલા વિંગની બેઠક યોજાઇ હતી.

અખિલ આંજણા મહાસભા મહિલા વીંગની આજે પાલનપુર ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષણના તેમજ રોજિંદા જીવન ના આહાર વિહારના મુદ્દાઓને લઈને અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મહિલા વિંગ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના આજુબાજુના ગામડાઓથી મહિલાઓ તેમજ અમદાવાદ સાબરકાંઠા રાજસ્થાન થી પણ મહિલાઓ પાલનપુર ખાતે પહોંચી હતી અને આ બેઠક માં અનેક મુદ્દાઓને લઈને બહેનો દ્વારા વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અત્યારના યુગમાં રોજિંદા જીવનમાં ખોરાકનું ખૂબ મહત્વ હોય છે અને ખોરાક દ્વારા અનેક રોગો ઘરમાં પ્રવેશ કરતા હોય છે. ત્યારે આ ખોરાકને લઈને પણ બહેનોમાં જાગૃતતા આવે અને પૌષ્ટિક ખોરાક પોતાના પરિવારજનોને આપી અને સ્વાસ્થ્ય સુધારે તેમ જ નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવામાં આવે દીકરા દીકરીઓ ને સારા સંસ્કાર અને કુ રિવાજો દૂર થાય તેમજ શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે મહિલાઓ આગળ વધે તે સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ મહિલા વિંગ બેઠકમાં સમગ્ર જિલ્લામાં ગામડાઓમાંથી તેમજ અન્ય શહેરોમાંથી પણ મહિલા વિંગ બહેનો બેઠકમાં હાજર રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.