
ગૌમાતા પોષણ યોજનાની બીજા તબક્કાની સહાય અટકી
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની ૧૭૦૦ ગૌશાળા પાંજરાપોળોમાં આશ્રતી ૪.૨૫ લાખ ગૌવંશ સહિતના પશુઓનાં નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરતા કરી હતી અને ત્યાર બાદ માત્ર ૩ માસની જ સહાયની ચુકવણી થઇ છે ત્યારે બાકીના ૩ માસની સહાયની ચુકવણીમાં વીલંબ થતાં બનાસકાંઠાની ગૌશાળા પાંજરાપોળોને સત્વરે સહાયની રકમ ચૂકવાય તે માટે ઊંચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી. બનાસકાંઠા જીલ્લો પશુપાલનનાં ક્ષેત્રે મોખરે છે અને બનાસકાંઠા જીલ્લામાં ૧૮૦ કરતા વધુ ગૌશાળા પાંજરાપોળો આવેલ છે અને તેમાં ૯૦૦૦૦ કરતા વધુ પશુઓ આશ્રિત છે અને આ તમામ પશુઓનો નિભાવ દાનની આવકથી ચાલી રહેલ છે . ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ -૨૩ ના બજેટમાં ગુજરાતની ૧૭૦૦ ગૌશાળા પાંજરાપોળોમાં આશ્રિત ૪.૨૫ લાખ ગૌવંશ સહિતના પશુઓનાં નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ રૂ.૫૦૦ કરોડની જાહેરાત કરવામાં આવી હતી. અને ત્યાર બાદ આ યોજના લાગુ કરાવવા માટે બનાસકાંઠામાં સરકાર સામે આંદોલન પણ કરવામાં આવ્યું હતું અને પરિણામે સરકારે માહે સપ્ટેમ્બર -૨૨ માં યોજના લાગુ કરી તમામ સંસ્થાઓને પ્રતિપશુ પ્રતિદિન રૂ.૩૦ મુજબની સહાયની રકમ દર ત્રણ મહીને ચુકવવા ઠરાવ કર્યો હતો.
અબોલ જીવોની દયનીય પરિસ્થિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સહાય ચુકવવા માગ
ઠરાવ મુજબ સરકાર દ્વારા તમામ ગૌશાળા પાંજરાપોળોને ઓકટોબર,નવેમ્બર અને ડીસેમ્બર માસની સહાયની રકમ ચુકવવામાં આવી હતી જેથી તમામા સંસ્થાઓને આર્થિક રાહત મળી હતી જયારે ત્યાર બાદના બીજ્જા તબક્કામાં જાન્યુઆરી,ફેબ્રુઆરી અને માર્ચ -૨૩ ની સહાયની રકમ ગુજરાતનાં અન્ય જીલ્લાઓમાં આવેલ ગૌશાળા પાંજરાપોળોને ચૂકવી દેવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જીલ્લાની સંસ્થાઓને સહાયની રકમ ચુકવવામાં આવી નથી જેથી સંચાલકો આર્થીક મુશ્કેલીઓને સામનો કરી રહ્યા છે . ત્યારે આખરે ડીસાની રાધેકૃષ્ણ જીવદયા ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠાની તમામ ગૌશાળા પાંજરાપોળોને બાકી સહાયની રકમ તાતકાલીક અસરથી ચૂકવામાં આવે તે માટે મુખ્યમંત્રીશ્રી,મુખ્ય સચિવ ,ગૌસેવા આયોગ તેમજ પશુપાલન મંત્રી અને જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.