આગથળા પોલીસે ધાનેરાનો રીઢો બાઇક ચોર ઝડપ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ગેળા, લાખણી : અત્યારે લાખણી સહિત જિલ્લાભરમાં દિનપ્રતિદિન બાઇક ચોરીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ધાનેરા સાંચોર રોડ ઉપર પાર્ક કરેલ એક પલ્સર જીજે ૦૯ એએન ૮૮૫૦ નંબરના બાઇકની ચોરી થઈ હતી. જેની ફરિયાદ ધાનેરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ. જેમાં ગતરોજ આગથળા પોલિસ સ્ટેશનના જાંબાઝ પી. એસ. આઈ. પી. એન. જાડેજા પોતાના સ્ટાફ સાથે રમુણ હાઇવે પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક બાઇક લઈને આવતા યુવાનને ઉભો રાખી કડક પૂછતાછ કરતાં તેણે પોતાનું નામ ઓખાભાઈ મસરાભાઈ લુહાર (રહે.ગોલા તા.ધાનેરા ) હોવાનું જણાવ્યું અને બાઇક ધાનેરા સાંચોર હાઇવે પરથી ચોરી કરી હોવાની કબૂલાત કરતાં તેની કાયદેસર અટકાયત કરીને પૂછપરછ કરતાં તેણે ડીસામાંથી પણ અન્ય બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી છે ત્યારે પોલીસ હજુ વધુ કડક પૂછપરછ કરતાં અન્ય બાઇક ચોરી બહાર આવશે. જેથી આગથળા પોલીસની સમયસૂચકતા અને સતર્કતા સરાહનીય હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.