આગથળા પોલીસે છેલ્લા ૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને સાંચોરથી ઝડપ્યો
પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજના ચિરાગ કોરડીયા તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા કરેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગના સી.એલ.સોલંકી તથા બી.પી.મેઘલાતર, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા સર્કલના બી. પી. મેઘલાતરના માર્ગદર્શન હેઠળ આગથળા પ્રો.પીઆઈ એન.જી.પટેલે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા પોલીસ સ્ટાફને સુચન કરેલ. જે અંતર્ગત આગથળા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમી આધારે, આગથળા પો.સ્ટે. સી પાર્ટ પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૫૦૦૧૨૧૦૪૯૧/૨૦૨૧ પ્રોહી. ક.૬પ-એ-ઈ,૧૧૬ (બી), ૯૮ (૨) ,૮૧ મુજબના ગુનાનાં આરોપી હનુમાનરામ મોહનલાલ બિશનોઈ (રહે. બી ઢાણી સાંચોર તા.સાંચોર) ને સાંચોરથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.