લગ્નના તેર વર્ષ બાદ પતિ એ પત્ની ને કહ્યું તું મને ગમતી નથી તેમ કહી ચાર્જિંગ વાયર થી ફટકારી
પીડિત મહિલા પતિ,સાસુ ,સસરા સહિત કુલ પાંચ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
વડગામ તાલુકાના મજાદર શેરપુરા ગામે પતિ એ પત્ની ને કહ્યું તું મને ગમતી નથી તેમ કહી મારઝૂડ કરતા પીડિત પત્ની એ પતિ તેમજ સાસુ , સસરા તેમજ બે દિયર વિરુદ્ધ શનિવારે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાસણ ધાણધા ગામના રમેશભાઈ બીજલભાઈ ચૌહાણ ની દીકરી તેજલબેન ના લગ્ન વડગામ તાલુકા ના શેરપુરા મજાદર ગામે તેર વર્ષ પૂર્વે થયા હતા લગ્ન જીવન માં બે દીકરા તેમજ એક દીકરી નો જન્મ થયો હતો. જોકે શરૂઆત માં સારું રાખ્યા બાદ પતિ દ્રારા વારંવાર પત્ની ને પજવણી કરવામાં આવતી હોવાનું પીડિત એ જણાવ્યું હતું.
ગુરૂવાર ના દિવસે પતિ એ પત્ની ને કહ્યું તું મને ગમતી નથી તેમ કહી ગડદાપાટુ નો માર મારી મોબાઈલ ના ચાજિંગ વાયર થી ફટકારી હતી જ્યારે હાજર સાસુ,સસરા તેમજ બે દિયરે પણ ફેંટો મારતા પીડિત મહિલા પાલનપુર સિવિલ માં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. મહિલા એ પતિ , સહિત કુલ પાંચ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
કોની કોની સામે ગુનો નોંધાયો
(૧) હરેશભાઇ શંકરભાઇ પરમાર – પતિ
(૨) શંકરભાઈ ભીખાભાઈ પરમાર – સસરા
(૩) વિમળાબેન ભીખાભાઇ પરમાર – સાસુ
(૪) કિશનભાઈ શંકરભાઇ પરમાર – દિયર
(૫) સચિન શંકરભાઇ પરમાર – દિયર
Tags After don't like marriage wife