હાઇકોર્ટના આદેશ બાદ : ડીસામાં મટનની દુકાનો બંધ કરાવવા ગયેલી ટીમ પરત ફરી

બનાસકાંઠા
બનાસકાંઠા

નામદાર હાઇકોર્ટના આદેશ બાદ મંજૂરી વગરની મટન દુકાનોને સીલ કરવા ડીસા નગરપાલિકાની ટીમ પહોંચી હતી જોકે બપોરના સમયે દુકાનો બંધ હોવાથી પાલિકાની ટીમ સીલ કર્યા વગર પરત ફરી હતી.

નામદાર હાઇકોર્ટના આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા અને મહા નગરપાલિકાઓ દ્વારા ગેરકાયદેસર મટન શોપને સીલ કરી કાર્યવાહીના આદેશ બાદ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલના આદેશથી સેનિટેશન ઈંસ્પેક્ટર ભાવેશ પ્રજાપતિ, બાંધકામ અધિકારી મનોજ પટેલ, દેવેન્દ્ર માળી સહીત દક્ષિણ પોલીસનો કાફલો ડીસાના ગવાડી વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી મટન શોપ સીલ કરવા પહોંચ્યા હતા જોકે આં ટીમ બપોરના સમયે પહોંચતા મોટાભાગની મટન શોપ બંધ હતી જેથી સીલ કર્યા વગર પાલિકાની ટીમ અને પોલીસ પરત ફરી હતી.

આ બાબતે સેનિટેશન ઇન્સ્પેક્ટર ભાવેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ચીફ ઓફિસરના આદેશ બાદ મટન શોપ સીલ કરવા ગયેલ પરંતુ મોટાભાગની દુકાનો બંધ હોવાથી હવે નોટિસ આપીને આગળની કાર્યવાહી કરીશું.. જોકે ડીસા નગરપાલિકાની ટીમ બપોરના સમયે નીકળતા અને અગાઉથી જ મટન શોપના માલિકોને જાણ થઈ જતા દુકાનો બંધ કરી દેવાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.