
પત્નિના અવસાન બાદ પતિએ તેની સાથે જીવતી સમાધીનો નિર્ણય કરતા દોડધામ
રાધનપુરમાં ધર્મપત્નીનું અવસાન થતાં પતિએ પત્ની સાથે જીવતી સમાધિ લેવાનો લીધો ર્નિણય લેતા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. પતિએ મૃતક પત્નીનાં સાથે જીવતા સમાધી લેવાનો ર્નિણય લેતાં એક સાથ જીયેંગે એક સાથ મરેંગે જેવો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઇ જવા પામી હતી. જાેકે રાધનપુર પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જીવતી સમાધિ લેતા વ્યક્તિની અટકાયત કરી આગળની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. રાધનપુરનાં જીવાભાઈ જગસીભાઈ વાવરિયા દેવીપુજક અંબિકા રોડ જેઓના ધર્મ પત્નીનું કુદરતી નિધન થતા પોતે પણ જીવતા સમાધિ લેવાનો ર્નિણય કર્યો હતો. જે ર્નિણય તેમના ધર્મપત્ની રૂખીબેનનુ અવસાન થતાં સમાધિનો લેવાનો ર્નિણય લીધો હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું છે કે તેમના ધર્મ પત્ની રૂખીબેન પણ હતા ધાર્મિક સંત અને પતી પત્ની ધાર્મિક રીતે જીવન જીવતા હતા જે બાદ પત્ની નું કુદરતી અવસાન થતાં પતી એ પણ સાથે જીવતા સમાધી લેવાનો ર્નિણય કર્યો હતો જે બાદ પોલીસ ને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એક વ્યક્તિ ની અટકાયત કરવામાં આવી હતી.